મોરબી : મોરબીમાં નગર દરવાજે એક બાળકી તેના માતાથી વિખૂટી પડી ગઈ હતી. આ બાળકી મધ્યપ્રદેશની હોય અહીં ટ્રાફિકમાં ફરજ બજાવતા ટીઆરબી જવાન ફારૂકભાઈએ માર્કેટમાં તુરંત શોધખોળ હાથ ધરી આ બાળકીના માતાને શોધી બાળકીનું તેમની સાથે મિલન કરાવ્યું હતું.