રોડ, ગટર, પીવાના પાણી, સાફ સફાઈ સહિતના કામો કરાવવાની માંગમોરબી : મહાનગરપાલિકામાં આવતા અનુસૂચિત જાતિ વિસ્તારરોમાં વરસાદી વાતાવરણમાં રોડ રસ્તા તેમજ ગટર, પીવાના પાણી, સાફ સફાઈ સહિતના કામો કરાવવા ભાજપના અનુ.જાતિ મોરચાના જિલ્લા પ્રમુખ બાબુભાઈ નાનજીભાઈ પરમાર દ્વારા મ્યુનિસિપલ કમિશનરને રજુઆત કરવામાં આવી છે.રજુઆતમાં જણાવાયુ છે કે હરિઓમ સોસાયટી, રચના વિદ્યાલય પાસે, ભડિયાદ આ જગ્યાએ ભૂગર્ભ ગટર છેલ્લા છ માસથી ઉભરાય છે. ઘણીવાર કચેરીમાં ફરિયાદ કરી પરંતુ આજ દિન સુધી ભૂગર્ભ ગટર સાફ કરવામાં આવેલ નથી. આ વિસ્તારમાં અનુસુચિત જાતિના લોકો વિશેષ પ્રમાણમા રહે છે. બાજુમાં પ્રાથમિક શાળા આવેલી છે. બાળકોના આરોગ્યને અસર થાય છે શ્રમજીવી વિસ્તાર હોય વહેલી તકે આ ભૂગર્ભ ગટર સાફ કરાવી માણસોના આરોગ્ય ઉપર ખતરો ઊભો થાય અને કોઈ રોગચાળો ફાટી નીકળે તે પહેલા અનુસુચિત જાતિના વિસ્તારો જેવા કે રોહિદાસપરા, ભીમરાવનાગર, આંબેડકર કોલોની, જવાહર સોસાયટી, ગાંધી સોસાયટી, માળીયા વનાળીયા, લાયન્સનગર, વાલ્મિકીવાસ, ઇન્દિરાનગર, બૌદ્ધનગર, હરિઓમ સોસાયટી, જીવરાજપર્ક વિસ્તારમાં યોગ્ય કામગીરી કરવાની માંગ છે.