મોરબી : ઘુંટુ ઔદ્યોગિક પેટા વિભાગ હેઠળ આવતીકાલે તા. 16ના રોજ વિવિધ વિસ્તારોમાં વીજપુરવઠો મેઇન્ટેનન્સની કામગીરી માટે બંધ રાખવામાં આવશે. જેમાં રામનગર JGY, ધારેશ્વર Ag તેમજ વાંકડા AG સવારે 8:00 થી બપોરે 02:00 વાગ્યા સુધી બંધ રહેશે. બેલા Ag ફીડર સવારે 8:00 થી સાંજે 4:00 વાગ્યા સુધી બંધ રહેશે.આ મુજબના ફીડરમાં આવતા તમામ રહેણાંક, વાણિજ્ય ખેતીવાડી તેમજ ઔદ્યોગીક (એચ.ટી), વીજજોડાણો માં વીજ પુરવઠો બંધ રહેશે. કામગીરી પૂર્ણ થયે કોઈ પ્રકારની જાણ કર્યા વગર વીજ પુરવઠો ચાલુ કરવામાં આવશે. તેમ ઘુંટુ ઔદ્યોગિક પેટા વિભાગના નાયબ ઇજનેરની યાદીમાં જણાવાયું છે.