વાંકાનેર સિટી પોલીસની કાર્યવાહી : જે શખ્સે ફોટો પાડવા હથિયાર આપ્યું તેની સામે પણ ગુનો નોંધાયો મોરબી : સોશિયલ મીડિયામાં હથિયાર સાથેના ફોટો મુકતા લોકોએ ચેતવાની જરૂર છે. વાંકાનેર સિટી પોલીસે ઇન્સ્ટાગ્રામમાં હથિયાર સાથે ફોટો મૂકનાર શખ્સને કાયદાનું ભાન કરાવ્યું છે. ઉપરાંત હથિયાર આપનાર શખ્સ સામે પણ ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી છે. પ્રાપ્ત વિગતો અનુસાર વાંકાનેર સિટી પોલીસની ટીમને બાતમી મળેલ કે ઇન્સ્ટાગ્રામમાં mr_sultan_ 478692 નામના એકાઉન્ટમા એક શખ્સે હથીયાર સાથેના ફોટો અપ્લોડ કર્યો છે. જેથી આઇડીની તપાસ કરતા શાહરૂખ દાઉદભાઈ સર્વદિ રહે.નવા રાતીદેવરી ગામ તા-વાંકાનેર વાળાનુ હોવાનુ જાણવા મળતા તેની પૂછપરછ કરતા ઇન્સ્ટાગ્રામ આઇડી પોતાનુ હોવાનુ અને આ ફોટો પોતે અપલોડ કરેલ હોવાનુ જણાવ્યું હતું. ફોટામા દેખાઈ રહેલું હથીયાર સમસુદિન મનવરહુશેન પીરઝાદા રહે-ઝિઝુડા વાળાનું હોવાનું તેને જણાવેલ હતું. જેથી સોશિયલ મીડીયામા કોઇ હથિયાર પરવાનો કે, લાયસન્સ ન હોવા છતા, સમાજમાં ભય ઉભો કરવાના ઇરાદાથી હથીયાર સાથે ફોટા અપલોડ કરનાર શખ્સને પકડી તેની વિરૂદ્ધ આર્મ્સ એકટ મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. સાથે હથિયાર આપનાર સમસુદિન મનવરહુશેન પીરઝાદા રહે-ઝિઝુડા વાળાની સામે ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરાઇ છે.આ કામગીરીમાં પોલીસ ઈન્સ્પેક્ટર એચ.એ.જાડેજા, પો.હેડ કોન્સ. યશપાલસિંહ પરમાર, મુકેશભાઇ ચાવડા, ધર્મેન્દ્રભાઇ વાધડીયા, વિરેન્દ્રસિંહ ઝાલા, વિશ્વરાજસિંહ ઝાલા, પો.કેન્સ. રાણીંગભાઇ ખવડ, દર્શીતભાઇ વ્યાસ, વિપુલભાઇ પરમાર, હિતેન્દ્રસિંહ ઝાલા રોકાયેલ હતા.