મોરબી : મોરબીમાં વહેલી સવારે 7 વાગ્યે નીકળતી માલગાડી પુલ ઉપર ઉભી રહેતા રહેતા ગોકલ ગતિએ ચાલતા નટરાજ ફાટક, પોસ્ટ ઓફીસ ફાટક, નજરબગ રેલ્વે સ્ટેશન ફાટક અને એના પછીની ભડીયાદ ફાટક 30 મિનિટથી વધુ સમયથી બંધ રહી હતી. જેના કારણે વહેલી સવારે શાળાએ જતા અને કામધંધે જતા લોકો અડધી કલાક સુધી અટવાઈ રહ્યા હતા અને લાંબો ટ્રાફિક સર્જાયો હતો.