મોરબી : મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા કુબેર પ્રાથમિક શાળામાં ફુલસ્કેપ બૂકોનું વિતરણ કરાયું હતું. પોતાની આગવી સેવાકીય પ્રવૃત્તિઓથી મોરબી શહેરના જરૂરિયાતમંદ લોકોને વધારે ને વધારે ઉપયોગમાં આવી શકાય તે ભાવનાથી વર્ષ 2017 થી સતત કાર્યરત એવી મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા ધોરણ 3 થી 8 ના વિદ્યાર્થીઓને ફુલસ્કેપ બુકોનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રોજેક્ટ માટે મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબના કાયમી દાતા એવા વાઈસ પ્રેસિડેન્ટ સાધનાબેન ઘોડાસરાના પતિ જગદીશભાઈ ઘોડાસરાનો તારીખ 15 જુલાઈ એટલે કે આજરોજ જન્મદિવસ હોવાથી આ પ્રોજેક્ટનું તમામ અનુદાન તેમના તરફથી અપાયું હતું અને આ સેવા યજ્ઞમાં તેઓ સહભાગી બન્યા હતા. આ તકે ક્લબ પ્રેસિડેન્ટ ડો. સુષ્માબેન દુધરેજીયા તેમજ ક્લબના તમામ હોદ્દેદારો- મેમ્બરોએ જગદીશભાઈને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી હતી અને આજ રીતે તેઓ મોરબી શહેરને આ રીતની પ્રવૃત્તિઓમાં હર હંમેશ ઉપયોગી રહે તેવી ઈશ્વર પાસે પ્રાર્થના કરી શુભેચ્છાઓ પાઠવી હતી. કુબેર પ્રાથમિક શાળામાં આટલો સરસ પ્રોજેક્ટ આપવા બદલ શાળાના સંચાલક કલ્પનાબેન બારોટ તેમજ આચાર્ય ચંદ્રેશભાઈ દિલીપભાઈ બારોટે મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબનો આભાર માન્યો હતો.