એજન્ડા મુજબ 15 ટકા ડિવિડન્ડ જાહેર કરાયુમોરબી : આજ રોજ માળિયા તાલુકા સહકારી ખરીદ-વેચાણ સંઘ લી. મોરબીની 61મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી. આ સાધારણ સભામાં મુખ્ય મહેમાન તરીકે રાજકોટ જિલ્લા કો-ઓપરેટિવ બેંકના વાઈસ ચેરમેન તેમજ કૃભકો ન્યૂ દિલ્હી તથા ગુજકોમાસોલ અમદાવાદના ડિરેક્ટર મગનભાઈ વડાવીયા તેમજ મોરબી માર્કેટિંગ યાર્ડના ચેરમેન ભાગીયા, રાજકોટ જિલ્લા બેંકના ડિરેક્ટર વીડજા, મોરબી તાલુકા સંઘના પ્રમુખ નવીનભાઈ ફેફર, બાબુભાઈ ઉધરેજા, માળિયા તાલુકા સંઘના પ્રમુખ, મોરબી યાર્ડના વાઈસ ચેરમેન, રાજકોટ જિલ્લા ખરીદ-વેચાણ સંઘના ડિરેક્ટર મનહરભાઈ બાવરવા, ઉપપ્રમુખ અજયરાજસિંહ, આરડીસી બેંક માળિયા/વાંકાનેર ઝોનલ મેનેજર બોડા, તથા વ્યવસ્થાપક કમિટી સભ્યો તેમજ સર્વે સભાસદ ભાઈઓ તથા સહકારી કર્મચારીગણ ઉપસ્થિત રહ્યા હતા.આ વાર્ષિક સાધારણ સભાના એજન્ડા મુજબ 15 ટકા ડિવિડન્ડ જાહેર કરવામાં આવ્યું હતું. તથા સર્વે સભાસદોને ભેટ આપવાનું નક્કી કરાયું છે.