તા. 21 જુલાઈ સુધીમાં કચેરી ખાતે રૂબરૂ અરજી કરવાની રહેશેમોરબી : રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ કમિશનર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી ગાંધીનગર તેમજ જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી મોરબી દ્વારા સંચાલિત જિલ્લા કક્ષાની નવરાત્રી રાસ ગરબા સ્પર્ધા યોજાનાર છે. આ સ્પર્ધા માટે ફોર્મ ભરવાની અંતિમ તારીખ 21-7-2025 છે.આ સ્પર્ધામાં પ્રાચીન ગરબા તથા અર્વાચીન ગરબા સ્પર્ધામાં 14 થી 35 વર્ષના બહેનો ભાગ લઈ શકશે. જ્યારે રાસની સ્પર્ધામાં ભાગ લેનાર ભાઈઓ તથા ભહેનોની વય 14 થી 40 વર્ષ સુધીની રહેશે. રાસ તથા પ્રાચીન, અર્વાચીન ગરબાની રજૂઆતનો સમય 6 થી 10 મિનિટનો રહેશે. પ્રાચીન, અર્વાચીન ગરબામાં ભાગ લેનાર વ્યક્તિઓની સંખ્યા 12 થી 16 ની રાખી શકાશે અને સાથે સંગીત ગાયન(સાંજિદા) વગેરે માટે 4 વ્યક્તિ રાખી શકાશે.ઈચ્છુક ઉમેદવારોએ નિયત નમૂનાનું ફોર્મ, આધારકાર્ડની નકલ સાથે રાખી તારીખ 21-7-2025 સુધીમાં કચેરીના કામકાજના દિવસો દરમિયાન તથા કચેરી સમય દરમિયાન જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, રૂમ નં. 257, તાલુકા સેવા સદન, બીજો માળ, લાલબાગ મોરબી-2 ખાતે રૂબરૂ જમા કરાવવાનું રહેશે. વધુ માહિતી માટે કચેરીના ફોન નંબર 02822 241844 પર સંપર્ક કરી શકાશે. સમય મર્યાદા પછી આવનાર ફોર્મ તથા અધુરી વિગતવાળા ફોર્મ સ્વીકાર્ય રહેશે નહીં તેવું જિલ્લા યુવા વિકાસ અધિકારીની યાદીમાં જણાવાયું છે.