મોરબી : નાની વાવડી ખાતે આવેલા સુપ્રસિદ્ધ દશા માતાજીના મંદિરે આગામી તારીખ 24 જુલાઈ થી 2 ઓગસ્ટ સુધી દશામા વ્રતોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. દશા મા ગોપીમંડળ તથા દશા મા મિત્ર મંડળ દ્વારા જણાવાયું છે કે, દશા મા વ્રતોત્સવ નિમિત્તે 2 ઓગસ્ટના રોજ સવારે નવચંડી યજ્ઞ તેમજ 11 કલાકે મહાપ્રસાદનું આયોજન કરાયું છે. રાત્રે જાગરણ નિમિત્તે 10-30 કલાકથી સવાર સુધી રાસ-ગરબાનું પણ આયોજન કરવામાં આવ્યું છે.