મોરબી : મોરબીના જાણીતા ડો. સતીશભાઈ પટેલને 75 વર્ષ પૂર્ણ થતાં તેમના પરિવાર દ્વારા અમૃત મહોત્સવ તથા વડીલ વંદના કાર્યક્રમનું આયોજન તા. 13 જુલાઈના સાંજે 4 કલાકે યુનિટ-2, ઉમા સંસ્કારધામ, રાજકોટ હાઈવે, લજાઈ ખાતે કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં ડો. સતીશભાઈ પટેલના પરિવારના 15 જેટલા વડીલોનું સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ તેમના સુપુત્ર અમેયને IIIT હૈદરાબાદમાં કોમ્યુટર સાયન્સમાં એડમિશન મળ્યાની ખુશીમાં તેનું અભિવાદન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ડો. સતિશભાઈ પટેલે પોતાના જીવનના સંસ્મરણો વાગોળ્યા હતા. આ કાર્યક્રમમાં ડો. સતિશભાઈના મિત્રો, સ્નેહીજનો, સગા - સંબંધીઓ RSSના ડૉ. જયંતિભાઇ ભાડેસિયા,પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજા, અરવિંદભાઈ વાંસદડીયા, પી.ડી. કાંજીયા સહિતના સામાજિક તથા રાજકીય આગેવાનો, ડોક્ટરો સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.