ઇન્દોર રહેતા પતિને પરસ્ત્રી સાથે લફરૂ હોવાનું જાહેર કરનાર પરિણીતા અને બે પુત્ર ઉપર હુમલોહળવદ : હળવદ તાલુકાના રાતાભેર ગામે માતાજીના માંડવાના પ્રસંગમાં પરિણીતાએ પોતાના પતિને અન્ય સ્ત્રી સાથે લફરું હોવાની વાત કૌટુંબિક સભ્યો સમક્ષ જાહેર કરતા રોષે ભરાયેલા પતિ, જેઠ અને જેઠાણીએ પરિણીતા અને તેના બે પુત્રોને માર મારતા બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાઇ છે.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મૂળ હળવદ તાલુકાના રાતાભેર ગામના વતની અને હાલમાં મધ્યપ્રદેશના ઇન્દોર ખાતે રહેતા જ્યોતિબેન રાજુભાઇ ઉઘરેજાએ તેણીના પતિ રાજુભાઇ મનસુખભાઇ ઉઘરેજા રહે.ઇન્દોર, જેઠ ચંદુભાઈ મનસુખભાઈ ઉઘરેજા રહે.ઇન્દોર અને જેઠાણી સુનિતાબેન નટુભાઈ ઉઘરેજા રહે.બેગમપુર નવી દિલ્હીવાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે તેણીના પતિ રાજુભાઇને અન્ય સ્ત્રી સાથે લફરું હોવાથી હાલમાં તેણી તેમના માતા સાથે રહે છે. જેમાં ગત તા.20 મેના રોજ તેમના કૌટુંબિક સગાને ત્યાં માતાજીનો માંડવો હોવાથી તેઓ પ્રસંગમાં ગયા હતા જ્યાં તેમના પતિ અને જેઠ જેઠાણી પણ આવ્યા હતા. આ સમયે જ્યોતિબેને સમાજ વચ્ચે પોતાના પતિને અન્ય સ્ત્રી સાથે સંબંધ હોવાની વાત જાહેર કરતા પતિ અને જેઠ જેઠાણીએ લોખંડના પાઇપ વડે હુમલો કરી જ્યોતિબેન તેમજ તેમના પુત્ર આકાશ અને અનિકેતને માર મારતા બનાવ અંગે હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.