વાંકાનેર : વાંકાનેર તાલુકાના અમરધામ માટેલ રોડ ઉપર આવેલ આઈસીઆઈસીઆઈ બેન્ક પાસેથી અજાણ્યા તસ્કરો ફરિયાદી મહેન્દ્રભાઈ રણછોડભાઈ રાઠોડની માલિકીની સેન્ટ્રો કાર કિંમત રૂપિયા 1 લાખ વાળી ચોરી કરી લઈ જતા વાંકાનેર તાલુકા પોલીસે અજાણ્યા તસ્કર વિરુદ્ધ કાર ચોરી અંગે ગુન્હો દાખલ કરી તપાસ શરૂ કરી છે.