ગટરની સમસ્યાનું તાત્કાલિક નિરાકરણની માંગ સાથે લેખિતમાં રજુઆત મોરબી : મોરબીમાં છેલ્લા ચાર વર્ષથી મોરબીના હાર્દસમા જુના બસસ્ટેન્ડ પાસે ગટર ઉભરાય છે. ત્યારે આ બાબતે સરદાર રોડ પર આવેલ મહાવીર ચશ્મા ઘર વાળા વોરા સંજયકુમાર ભોગીલાલ દ્વારા લેખિતમાં રજુઆત કરવામાં આવી છે. આ રજુઆતમાં જણાવવામાં આવ્યું છે કે, છેલ્લા ચાર વર્ષથી મોરબીના હાર્દસમા જુના બસસ્ટેન્ડ પાસે ગટર ઉભરાય છે. આ અંગે વારંવાર રજુઆત કરવામાં આવી હતી. તેમજ કમિશ્નરે આપેલા નંબર વિપુલભાઈ, ઝુબેરભાઈ તથા પીયૂષભાઈને પણ ફોન કરી તથા વીડિયો મોકલી રજુઆત કરવામાં આવી હતી. પરંતુ આ સમસ્યાનો કોઈ નિકાલ ન આવતો હોવાથી તાત્કાલિક નિરાકરણ કરવા માંગ કરવામાં આવી છે.