મોરબી : CDHO પી. કે. શ્રીવાસ્તવના માર્ગદર્શન હેઠળ PHC કેન્દ્ર રાજપરના ડો. હિરલબેન સનારીયાની સુચના મુજબ રાજપર PHC નીચે આવતા સેજાના ગામોમાં જૂલાઇ માસ ડેન્ગ્યુ વિરોધી માસ નિમિત્તે વિવિધ સ્થળે ગપ્પી ફીશ તેમજ મેલરીયા-ડડેન્ગ્યુના મચ્છરના પોરા નિદર્શન કરવામા આવ્યા હતા. તેમજ ગામમા મેલરીયા, ડેન્ગ્યુ, ચીકન ગુનીયા જેવા રોગો વિશે જનજાગૃતી ફેલાવવામા આવી, સાથે જ આયુષ્માન આરોગ્ય મંદિર રવાપરના વિસ્તારમાં ગામજનોને જાગૃત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો. મચ્છર જન્ય રોગો મેલરીયા, ડેંગુ જેવા થતા અટકાવવાના પ્રયાસ કરવામા આવેલ છે.આ સાથે દરેક ગામમા પાણીમાં કલોરીનેશન ચેક કરવાની કામગીરી તેમજ પાણીજન્ય રોગચાળો અને મચ્છર જન્ય રોગચાળા વિશે લોકોને માહિતગાર કરવામા આવ્યા. આ કામગીરીમાં રાજપર phc સબ સેન્ટર રવાપરના સીએચઓ CHO પ્રજ્ઞેશભાઈ પટેલ, FHW પૂજાબેન ચાવડા, MPHW વિજયભાઈ ગોસાઈ અને મિલન પડાયા તથા આશાબેહનો જોડાયા હતા.