મોરબી : મોરબી મહાનગરપાલિકામાં ભળેલા માળિયા-વનાળિયામાં પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવા પૂર્વ સરપંચ ધનીબેન આર. પરમારે મોરબી મહાનગરપાલિકાના કમિશનરને લેખિતમાં રજૂઆત કરી છે.રજૂઆતમાં જણાવાયું છે કે, હાલ વર્ષાઋતુમાં રોડ રસ્તાઓની પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે. તેમજ સ્ટ્રીટ લાઈટો પણ બંધ છે અને ઘણી જગ્યાએ ગટરના પાણી ઉભરાય છે. આ ઉપરાંત ડોર ટુ ડોર કચરો લેવા પણ કોઈ આવતું નથી. જેથી લોકોને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આ ઉપરાંત સો-ઓરડી જિલ્લા પંચાયતથી મેઈન રોડ પર ઉમિયાનગર સુધી લગભગ 20 જેટલા સ્પીડબ્રેકર છે જે તાત્કાલિક દુર કરવામાં આવે અને પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવામાં આવે તેવી માગ કરવામાં આવી છે.