સિટી ઈજનેર આદ્રોજા સમજાવટ માટે આવ્યા પણ કોંગ્રેસે તેમની સાથે વાત કરવા નનૈયો ભણ્યોમોરબી : મોરબીમાં કોંગ્રેસ દ્વારા અત્યારે મહાપાલિકા કચેરીનો ઘેરાવનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. આ દરમિયાન કોંગ્રેસના અગ્રણીઓએ કમિશનર બહાર આવી વાતચીત કરે તેવી માંગ ઉઠાવવામાં આવી છે. મોરબીના રોડ-રસ્તા, ગટર, લાઈટ જેવા પાયાના પ્રશ્નોને લઈને કોંગ્રેસ દ્વારા આજે મહાપાલિકા કચેરીના ઘેરાવનો કાર્યક્રમ કરવામાં આવી રહ્યો છે. જો કે મહાપાલિકાનો ગેટ બંધ કરી પોલીસ દ્વારા કોંગ્રેસ આગેવાનો અને લોકોને અંદર જતા અટકાવામાં આવ્યા છે. આ દરમિયાન કોંગ્રેસના આગેવાનોને સમજાવવા માટે સિટી ઈજનેર આદ્રોજાએ પૂર્વ ધારાસભ્ય લલિતભાઈ કગથરા સાથે વાતચીત શરૂ કરી હતી. પરંતુ લલિત કગથરાએ એવું કહ્યું હતું કે મહાપાલિકાના કમિશનર બહાર આવી અમારી સાથે વાતચીત કરે. અમારે માત્ર તેઓ સાથે જ વાતચીત કરવી છે.