મોરબી : મોરબી અને વાંકાનેર પંથકમાંથી બાઇક અને કારની ચોરી કરનાર શખ્સને વાંકાનેર તાલુકા પોલીસે પકડી લઈ ત્રણ ગુનાના ભેદ ઉકેલ્યા છે. આ શખ્સ પાસેથી વાહનો કબ્જે લઈ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.વાંકાનેર તાલુકા પોલીસની ટીમે મોરબી જીલ્લામાં અલગ અલગ જગ્યાએથી બે મોટર સાયકલો તથા એક સેન્ટ્રો કારની થયેલ ત્રણ અનડિટેક્ટ ચોરીના ગુન્હાનો ભેદ ઉકેલી ભરતભાઈ દેવીદાસભાઈ મેસવાણીયા રહે, ચોકડી, ચરમાળીયા દાદાની જગ્યા પાસે, મફતીયા, ચુડાવાળાને ત્રણ મોટર સાયકલ તથા એક સેન્ટ્રો કાર એમ મળી કુલ કિ રૂ.૨,૪૫,૦૦૦/-ના મુલમાલ સાથે પકડી લીધો છે. આ આરોપીની ધરપકડથી વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ મોટર સાયકલ ચોરી તથા સેન્ટ્રો કારની ચોરીનો તથા વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ મોટર સાયકલ ચોરીનો તથા મોરબીના લધધીરપુર રોડ ઉપરથી મોટરસાયકલ ચોરીનો ભેદ ઉકેલાયો છે. આ કામગીરીમાં પીઆઇ ડી.વી.ખરાડી, સર્વેલન્સ સ્ટાફના એ.એસ.આઈ. રામભાઈ મંઢ, ક્રિપાલસિંહ ચાવડા, ચમનભાઇ ચાવડા, પો.હેડ.કોન્સ. કિર્તીસિંહ જાડેજા, પો.કોન્સ. અજયસિંહ ઝાલા, સામતભાઈ છૂછીયા, શકતિસિંહ પરમાર, દિવ્યરાજસિંહ ઝાલા, અશ્વિનભાઈ રંગાણી, રાજેશભાઈ પલાણી, બ્રીજેશભાઈ બોરીયા તથા દિનેશભાઈ લોખીલ રોકાયેલ હતા.