માર્કેટ યાર્ડના કચરાના કારણે સમગ્ર વિસ્તારમાં દુર્ગંધ ફેલાતી હોય, તાત્કાલિક કામગીરી કરવા રજુઆતમોરબી : મોરબીના માર્કેટિંગ યાર્ડના કચરો સમગ્ર વિસ્તારમાં દુર્ગંધ ફેલાવી રહ્યો હોય સ્થાનિક મહિલાઓએ આ પ્રશ્નને લઈ માર્કેટિંગ યાર્ડના ગેટ ઉપર થોડી વાર માટે ચક્કાજામ કર્યો હતો. સ્થાનિક મહિલાઓના જણાવ્યા અનુસાર માર્કેટિંગ યાર્ડમાં કચરો મોટા પ્રમાણમાં છે. જેને લઈને ગંદકી ફેલાઈ રહી છે. આ ગંદકીની દુર્ગંધ સમગ્ર વિસ્તારમાં આવી રહી છે. જેને લઈને આ વિસ્તારમાં રહેતા લોકોને હાલાકી પડી રહી છે. આ મામલે રજુઆત કરી હોવા છતાં કોઈ પગલાં લેવામાં આવતા નથી. જેથી સત્તાધીશોને ઢંઢોળવા માટે સ્થાનિક મહિલાઓએ માર્કેટીંગ યાર્ડનો ગેટ બ્લોક કરી દીધો હતો. કોઈને અંદર કે બહાર જવા દેવામાં આવતા ન હતા. જો કે થોડી વાર સ્થાનિક મહિલાઓએ જાતે જ આ ચક્કાજામ હટાવી દીધો હતો અને કહ્યું હતું કે હજુ જો કામગીરી કરવામાં નહિ આવે તો લાંબા સમય સુધી ચક્કાજામ ચાલશે.