શહેરીજનો નર્કની અનુભૂતિ કરી રહ્યા છે, રાજીનામાના નાટક બંધ કરી મહાનગરપાલિકાની ચુંટણી જાહેર કરાવવાની કોંગ્રેસ આગેવાનની માંગમોરબી : મોરબી જિલ્લામાં દૂધની જેમ દારૂ સપ્લાય થાય છે. ત્યારે ભાજપના આગેવાન કાર્યકરોએ શરમ કરવી જોઇએ. રાજીનામાનું નાટક કરવું હતું તો પ્રજાના પ્રાણ પ્રશ્ને કર્યું હોત તો તમોને સલામ કરેત. આજે મોરબી શહેર નર્ક જેવી દશા ભોગવી રહ્યું છે. એના જબબદાર કોણ છે? તેમ કોંગ્રેસ આગેવાન રમેશભાઈ રબારીએ આક્ષેપ કર્યા છે. તેઓએ જણાવ્યું છે કે મોરબી શહેરમાં જ્યાં જોવો ત્યાં ગંદકી છે. મોરબી શહેર ભૂગર્ભ ગટરના ગંદા પાણી રોડ ઉપર છે. સફાઈ થતી નથી. અનેક વિસ્તાર લાઈટો બંધ છે. અનેક જગ્યાએ ચાલવા લાયક રસ્તા નથી. ઘણા વિસ્તારમાં પીવાનું પાણી મળતું નથી. ઘણી જગ્યાએ ગંદુ પાણી આવે છે. ઘણી જગ્યા ટાઇમ ટેબલ ના કોઈ ઠેકાણા નથી. સમગ્ર શહેરમાં વરસાદી પાણીનો નિકાલ નથી. શહેર વેપારીઓની કોઈ સલામતી નથી. ઘણા બધા વેપારીઓ ઉપર ખૂની હુમલા થયા છે. ધારાસભ્ય અને ભાજપને એક જાહેર નિવેદનમાં કોગ્રેસના આગેવાને જણાવ્યું કે મોરબી શહર અને જીલ્લામાં દૂધની જેમ દેશી/ઈંગ્લીશ દારૂ સપ્લાઈ થાય છે. તમારી ટ્રિપલ એન્જીનની સરકાર હોવા છતાં મોરબીના લોકો નર્કાગારમાં રહેતા હોય તેવું અનુભવી રહ્યા છે. તમારામાં હિમત હોય તો મોરબી મહાનગરપાલિકાની ચુંટણી જાહેર કરાવો, એટલે પ્રજા તમારા આ રાજીનામાંના નાટકનો જવાબ આપશે. તેમ કોંગ્રેસના રમેશ રબારીની યાદીમાં જણાવાયું છે.