મોરબી : સર્વોદય એજ્યુકેશન સોસાયટી સંચાલિત યુ. એન. મહેતા આર્ટ્સ કોલેજ, મોરબી ખાતે આજ રોજ તા. 14-7-2025ના એન.એસ.એસ એકમ અંતર્ગત પરિચય, પ્રવેશ અને પ્રમાણપત્ર વિતરણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ પ્રા. કે. આર. દંગીના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. સ્વયંસેવિકા સોલંકી ભૂમિકાએ સર્વેનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. એનએસએસના પ્રોગ્રામ ઓફિસર પ્રા. (ડો.) રામભાઈ વારોતરીયાએ વિદ્યાર્થીઓને એન.એસ.એસ.નો પરિચય તેમજ એન.એસ.એસ.ની સંપૂર્ણ કાર્ય પ્રવૃત્તિ વિગતે સમજાવી હતી. એન.એસ.એસ.માં બે વર્ષ દરમિયાન ઉત્સાહભેર કાર્ય કરનાર કુલ 24 સ્વયંસેવકોને પ્રમાણપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. સ્વયંસેવક ગોગરા મુન્નાએ પોતાના એનએસએસના અનુભવો પણ વ્યક્ત કર્યા હતા. કાર્યક્રમને અંતે સ્વયંસેવિકા પરમાર નેહાએ આભાર વિધિ કરી હતી. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રા.ડો. કવિતાબા ઝાલાએ કર્યું હતું.