મોરબી : આજે 14 જુલાઈના રોજ મોરબીના ત્રાજપરના પૂર્વ સરપંચના પુત્રએ જન્મદિવસ નિમિત્તે વૃક્ષારોપણ કર્યું હતું અને જન્મદિવસ ઉજવ્યો હતો. ત્રાજપરના પૂર્વ સરપંચ અશોકભાઈ વરાણીયાના પુત્ર આરસ વરાણીયાએ આજે પોતાના જન્મદિવસ નિમિત્તે મચ્છુ 2 ડેમ નજીક પાંજરાપોળની જમીનમાં નમો વનમાં પોતાના 28માં વર્ષમાં પ્રવેશ નિમિત્તે 28 વૃક્ષો પોતાના ખર્ચે વાવ્યા હતા અને જન્મદિવસ ઉજવ્યો હતો.