ગોપાલ ઇટાલિયા ન આવતા ધારાસભ્ય કાંતિલાલ વિધાનસભાએથી સમર્થકો સાથે પરત નીકળ્યામોરબી : મોરબીમાં રાજીનામાં ચેલેન્જ બાદ મોટી સંખ્યામાં સમર્થકો સાથે ધારાસભ્ય કાંતિલાલ રાજીનામુ આપવા માટે વિધાનસભા પહોંચ્યા હતા. જો કે ગોપાલ ઇટાલિયા ન આવતા હવે ધારાસભ્ય કાંતિલાલ પરત આવવા નીકળી ગયા છે. મોરબીમાં જન આંદોલન બાદ શરૂ થયેલ રાજીનામાં ચેલેન્જમાં રાજ્યભરના રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે. તેવામાં આજે ધારાસભ્ય કાંતિલાલ મોરબીથી મોટી સંખ્યામાં તેમના સમર્થકો સાથે વહેલી સવારે ગાંધીનગર ખાતે વિધાનસભા જવા નીકળ્યા હતા. જ્યાં તેઓ વિધાનસભાના પગથિયે પડાવ નાખી ગોપાલ ઇટાલિયાની રાહ જોઈ હતી. જો કે ગોપાલ ઇટાલિયા ન આવતા આ મામલે ધારાસભ્ય કાંતિલાલે જણાવ્યું કે ગોપાલભાઈ ભલે અત્યારે ન આવ્યા, પણ તેઓ જ્યારે કહેશે ત્યારે હું રાજીનામું આપવા તૈયાર છું. હાલ ધારાસભ્ય કાંતિલાલ અને તેમના સમર્થકો પરત આવવા રવાના થયા છે.