મોરબી જિલ્લાની વિવિધ CBSE સ્કૂલના શિક્ષકો જોડાયામોરબી : શિક્ષણ ક્ષેત્રે આવતા અવનવા પરિવર્તનોને આધીન CBSE બોર્ડ દ્વારા સમયાંતરે વિવિધ કાર્યક્રમો દેશની વિવિધ CBSE સ્કૂલ માટે યોજવામાં આવતા હોય છે, ત્યારે મોરબીની OSEM CBSE સ્કૂલ ખાતે મોરબી જિલ્લાની CBSE સ્કૂલના શિક્ષકો માટે CBSE STEM DLD ટ્રેનિંગનુ આયોજન મોરબી જિલ્લા CBSE તાલીમ સંયોજક તથા OSEM સ્કૂલના પ્રિન્સિપાલ દીપા શર્મા મેડમના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. જેમાં મોરબી જિલ્લાની વિવિધ CBSE સ્કૂલના શિક્ષકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ ટ્રેનિંગમાં NEP 2020 મુજબ દૈનિક શિક્ષણ પ્રથાઓમાં STEMને એકીકૃત કરવા પર કેન્દ્રીત હતુ, ટ્રેનિંગનું સફળ સંચાલન નિષ્ણાંત ટ્રેનર સુધા શાહ મેડમ દ્વારા કરવામાં આવ્યુ હતુ. આ ટ્રેનિંગમાં વર્ગખંડમાં શિક્ષણની ગુણવતા કઈ રીતે વધારવી, શીખવાની પધ્ધતિમાં નવીનતાને પ્રોત્સાહન આપવુ તેમજ વિદ્યાર્થીઓમાં કૌશલ્ય વિકાસ સહીતની બાબતો પર માર્ગદર્શન આપવામાં આવ્યુ હતું. CBSE બોર્ડ દ્વારા આયોજીત આ જિલ્લા કક્ષાની ટ્રેનિંગના સફળ આયોજન તેમજ ટ્રેનિંગમાં ઉત્સાહભેર ભાગ લેનાર તમામ શિક્ષકોને OSEM CBSE સ્કૂલના ટ્રસ્ટી સુમંતભાઈ પટેલ, સિધ્ધાર્થભાઈ રોકડ, સુર્યરાજસિંહ જેઠવા સહીતનાઓએ શુભકામનાઓ પાઠવી હતી.