બુટલેગરે છુપાવેલ 291 બોટલ દારૂ કબ્જે કરતી ક્રાઈમ બ્રાન્ચ, આરોપી ફરારમોરબી : મોરબી તાલુકાના જુના ફડસર ગામે બુટલગરે વિદેશી દારૂનો જથ્થો છુપાવ્યો હોવાની બાતમીને આધારે ક્રાઈમબ્રાન્ચે દરોડો પાડી વિદેશી દારૂની 291 બોટલ કબ્જે કરી હતી. જો કે, દરોડા દરમિયાન આરોપી હાજર નહિ મળી આવતા મોરબી તાલુકા પોલીસ મથકમાં ગુન્હો રજીસ્ટર કરાવવામાં આવ્યો છે.મોરબી ક્રાઇમબ્રાન્ચની ટીમને પેટ્રોલિંગ દરમિયાન તાલુકાના જુના ફડસર ગામે વિદેશી દારૂનો જથ્થો ઉતારવામાં આવ્યો હોવાની બાતમીને આધારે ક્રાઈમ બ્રાન્ચે જુના ફડસર ગામે દરોડો પાડતા આરોપી જયેશ વજુભાઇ બાળાના કબજા વાળા ખંઢેરમાંથી વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની 291 બોટલ કિંમત રૂપિયા 3,97,900નો જથ્થો મળી આવી હતી. જો કે, દરોડા દરમિયાન આરોપી હાજર નહિ મળી આવતા પોલીસે આરોપીને ફરાર જાહેર કરી મોરબી તાલુકા પોલીસ મથકમાં ગુન્હો રજીસ્ટર કરાવ્યો હતો.