મોરબી : મોરબી શહેરના મણીમંદિર પાસે પાણીના સંપમાંથી પાણીનો બગાડ થઈ રહ્યો છે. કોઈ કારણોસર પાણીની પાઇપલાઇન તૂટી ગઈ હોય સંપમાંથી મોટા પ્રમાણમાં થઈ રહ્યો છે. એક તરફ અનેક વિસ્તારમાં પીવાનું પાણી પૂરતું નથી મળી રહ્યું ત્યારે અહીં હજારો લીટર પાણીનો બગાડ થઈ રહ્યો છે. ત્યારે તાત્કાલિક ધોરણે રીપેરીંગ કામ કરીને પાણીનો બગાડ અટકાવવા માંગ ઉઠી છે.