એક સાથે 5 હજાર લોકો 5 હજાર રોપા વાવશેગુજ. સરકાર વનવિભાગ મંત્રી મુળુભાઈ બેરા સહિતના મહેમાનો રહેશે ઉપસ્થિત મોરબો : મોરબીમાં પાંજરાપોળ, વન વિભાગ, અને સદભાવના ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે આજે તા.13-7-2025ને રવિવારના રોજ સાંજે 4 કલાકે મોરબી પાંજરાપોળની જગ્યા, કડવા પાટીદાર વિદ્યાર્થી ભુવનની બાજુમાં, પૂજય ભાણદેવજીના આશ્રમની નજીક, મચ્છુ ડેમ નં - 2 ની પાસે,જોધપર (નદી)-રફાળેશ્વર રોડ, મોરબી ખાતે વૃક્ષારોપણ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં મોરબીની જાહેર જનતાને પધારવા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ આમંત્રણ પાઠવ્યું છે.કાંતિભાઈ અમૃતિયાએ જણાવ્યું હતું કે, મોરબી સ્ટેટ દ્વારા પાંજરાપોળને 4200 વીઘા જમીન આપી છે જેમાંથી 1200 વીઘા જમીનમાં ડેવલોપમેન્ટ કરીને વૃક્ષારોપણ કરીને ત્યાં એક ફરવા લાયક સ્થળ બને ક્લબ હાઉસ જેવું સ્થળ બને તે માટે વિકસાવવામાં આવશે. ત્યારે આજે આ વૃક્ષારોપણ મહોત્સવમાં રાજ્યના વન મંત્રી મુળુભાઈ બેરા, તમામ સંસદ સભ્યો, ધારાસભ્યો, ઉદ્યોગપતિઓ સહિતના લોકો એકઠા થઈને એક સાથે 5000 વૃક્ષો વાવશે. એક સાથે 5000 લોકો 5000 ખાડામાં 5000 વૃક્ષો વાવશે તેવી આ ઐતિહાસિક ઘડીના સાક્ષી બનવા મોરબીની સૌ જાહેર જનતા પધારે અને આ સ્થળ નિહાળે તે માટે સૌને જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.