મોરબી : ટંકારા પોલીસ મથકમાં નોંધાયેલ બે અલગ અલગ ઘરફોડ ચોરી અને લૂંટના બનાવમાં છેલ્લા 13 વર્ષથી નાસતો ફરતો મૂળ મધ્યપ્રદેશ રાજ્યના ધાર જિલ્લાના મોટી ઢેલવાણીનો રહેવાસી કમલસિંહ થાનસિંહ અનારે મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લા જેલ સામે હોવાની બાતમીને આધારે મોરબી એલસીબી ટીમે અલીરાજપુર દોડી જઇ આરોપી કમલસિંહને ઝડપી લઈ ટંકારા પોલીસને હવાલે કર્યો હતો.