મોરબી : મોરબી વૈદ્ય સભા દ્વારા આગામી તારીખ 10 ઓગસ્ટ ને રવિવારના રોજ એક દિવસ માટે સોમનાથ તથા ધનવંતરી ભગવાનના જન્મ સ્થળ મોટી ધણેજ દર્શન યાત્રા સ્પેશિયલ બસ દ્વારા આયોજિત કરવામાં આવી છે. જેમાં સવારે 5 વાગ્યે શનાળા રોડ, સ્વામિનારાયણ મંદિરથી આ બસ યાત્રા પ્રસ્થાન થશે અને રાત્રે 10 થી 11 કલાકની આસપાસ મોરબી પરત ફરશે. દર્શન માટે 5 ઓગસ્ટ સુધીમાં આવવા ઉત્સુક લોકોએ ડો. બી.કે. નહેરુ મો. નં. 9913222283, ડો. આશિષ ત્રિવેદી મો. નં. 9106820970, સવજીભાઈ અઘારા મો. નં. 9913604040 પર સંપર્ક કરવા જણાવ્યું છે.