મોરબી : મોરબી મહાનગરપાલિકા હદ વિસ્તારમાં તા. 12-7-2025 ને શનિવારના રોજ નજરબાગથી ભડિયાદ (1660મી.) વેટમીક્ષ નાખી રોલિંગની કામગીરી કરવામાં આવી હતી. આ ઉપરાંત વર્ધમાનથી આલાપ રોડ (516 મી.) અને આનંદ સ્ટેશનરીથી નવા બસ સ્ટેન્ડ સુધી (496મી.) સી.સી. પેચવર્ક કરવામાં આવ્યું. ઇલેક્ટ્રીક શાખા દ્વારા 73 નવી લાઈટ નાખી તથા 53 બંધ લાઈટો ચાલુ કરાવી કુલ 126 ફરિયાદોનો નિકાલ કરવામાં આવ્યો હતો.