મોરબી : આજ રોજ જૈન જાગૃતિ લેડીઝ વિંગ મોરબીના કમિટી સભ્યો દ્વારા દરબાર ગઢ પાસે આવેલી તાલુકા કન્યા શાળામાં મહેંદી અને હેર સ્ટાઇલ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં બાલિકાઓને રાધિકા બ્યૂટી પાર્લરના ભારતીબેન દ્વારા બ્યૂટી પાર્લરનું જ્ઞાન અને મેકઅપ ટિપ્સ આપવામાં આવી હતી. આ સ્પર્ધામાં આશરે 100 જેટલી બલિકાઓએ ભાગ લીધો હતો અને પોતાની અદભુત કલાનું પ્રદર્શન કર્યું હતું. આ દરમ્યાન ભાગ લેનાર તમામ બલિકાઓને પ્રોત્સાહન ઇનામો આપી ભવિષ્યમાં પણ આવી સ્પર્ધામાં ભાગ લેવા પ્રેરિત કરવામાં આવી હતી. નોંધનીય છે કે, જૈન જાગૃતિ લેડીઝ વિંગ હંમેશા મહિલાઓ અને બાલિકાઓ માટે નવી નવી સ્પર્ધાનું આયોજન કરતી રહે છે અને તેમને સમાજમાં આગળ લાવવા માટે સતત પ્રયત્નશીલ રહે છે.