મોરબી : મોરબીના SMVS સ્વામિનારાયણ મંદિર ખાતે તારીખ 14 જુલાઈ ને સોમવારે સાંજે 5 થી 9 કલાક દરમિયાન ગુરુપૂર્ણિમા ઉત્સવની જોરદાર ઉજવણી કરવામાં આવશે. જેમાં ગાંધીનગરથી SMVS સંસ્થાના વડા દિવ્ય સત્પુરુષ ગુરૂવર્ય સ્વામીશ્રી ઉજવણીમાં પધારશે. જેમાં હજારો ભક્તો આ દિવ્ય આનંદને માણવા ઉપસ્થિત રહેશે. દરેક ભક્તોને હરેકૃષ્ણ મહારાજ તથા ગુરુજીના નિકટ દર્શન પૂજન આશીર્વાદનો લાભ મળશે તથા મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ ઉત્સવમાં મોરબી સાથે જામનગર અને કચ્છ જિલ્લાના ભક્તો પણ લાભ લેવા હાજરી આપશે. તો આ ઉત્સવમાં મોરબીની ધર્મ પ્રેમી જનતાને પણ પધારવા મુખ્ય સંત નિર્માણસ્વામી, સર્વસ્વસ્વામી, વર્તનસ્વામી, દયાનિધિ સ્વામી તથા તમામ અગ્રસરોએ અનુરોધ કર્યો છે.જેમાં સાંજે 5-30 કલાકે અવની ચોકડી થી ભવ્ય સામૈયું નીકળશે, ત્યારબાદ 6-30 કલાકે નિકટ દર્શન અને પૂજન યોજાશે. રાત્રે 8 વાગ્યે દિવ્ય આશીર્વાદ, ત્યારબાદ 9 વાગે નિકટ દર્શન, પૂજન અને આયોજન કરવામાં આવ્યું છે.