મોરબી : આજરોજ મોરબી જિલ્લા મહિલા કોંગ્રેસનાં પ્રમુખ દમયંતિબેન નિરંજની દ્વારા મોરબી જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે મહિલા કોંગ્રેસના વિવિધ હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી. જેમાં મોરબી જિલ્લાનાં ટંકારા શહેરમાં મીનાબહેન ત્રિવેદી, વાંકાનેર શહેરમાં જાગૃતિબેન ચૌહાણ અને વાંકાનેર તાલુકા કોંગ્રેસ પ્રમુખ તરીકે ગીતાબેન પરમાર અને મોરબી જિલ્લા કોંગ્રેસ ઉપપ્રમુખ તરીકે જીન્ન્તબેનની નિમણૂક આપવામાં આવી છે.