વાંકાનેર : આજરોજ તા.13-7-2025 ને રવિવારે લીલુડી ધરતી એવી પલાસડી વીડી ખાતે આવેલી ગૌશાળામાં વાંકાનેરના અજરામર એક્ટિવ અસોર્ટ દ્વારા અનેરી સેવા કરવામાં આવી હતી અને ગૌમાતાને લીલુ વિતરણ કરવામાં આવ્યું હતું. આ ગૌશાળામાં અંદાજિત 700 આસપાસ ગાયો નિભાવાતી હોય અગાઉ પણ જાહેર કરેલ સેવાકાર્યમાં જાહેર જનતા અને અજરામર એક્ટિવ અસોર્ટ ગ્રુપના સભ્યો દ્વારા તન, મન અને ધનથી એક મોટી રકમ એકત્રિત કરવામા આવી હતી. જેના દ્વારા આજરોજ અંદાજે 240 થી 245 મણ જેટલું લીલુ વિતરણ ગ્રુપના સભ્યો દ્વારા કરવામાં આવ્યું હતું. આ મહાન સેવાકાર્યનો તમામ સેવાભાવી દાતા અને સભ્યો દ્વારા પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે એક ઉમદા લ્હાવો મેળવવામાં આવ્યો હતો.