મોરબી : આજરોજ મોરબી ખાતે ચોમાસાની પરિસ્થિતિને ધ્યાનમાં લઇ છેલ્લા દિવસોમાં તંત્ર દ્વારા કરવામાં આવેલા કામની સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં આગામી વિકાસ કાર્યોની ચર્ચા કરવામાં આવી હતી. તેમજ આ બેઠકમાં કચ્છ–મોરબી સાંસદ વિનોદભાઈ ચાવડા, ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, કલેકટર ઝવેરી સાહેબ, કમિશનર સ્વપ્નિલ ખરે, ડેપ્યુટી કમિશનર સોની સાહેબ અને વાળા સાહેબ, મોરબી જિલ્લા ભાજપ મહામંત્રી કે.એસ અમૃતિયા અને જેઠાભાઈ મિયાત્રા, આર&બી હિતેશભાઈ આદ્રોજા ઉપસ્થિત રહ્યા હતા.