વાંકાનેર : આજરોજ 13 જુલાઈ ને બપોરે 3 ને 51 મિનિટે 108 SDH વાંકાનેર IFT લોકેશન મળેલ અને SDH વાંકાનેરથી એક 2 વર્ષના રાજેશભાઈ રવિભાઈ નામના એક નાનું બાળક કુંડીમાં પડી ગયું હોય તેની તબિયત ખૂબ જ ખરાબ હાલતમાં હતી. વાંકાનેરના ડો. જાવેદનો કોલ મળતા જ 108ની ટીમ સ્થળ પર પહોંચી હતી અને માર્ગદર્શન હેઠળ બાળકની તપાસ કરીને ડો. મિહિરના માર્ગદર્શનથી EMT પ્રવીણભાઈ મેર અને પાયલોટ વાહિદખાન મલેકે બાળકને પ્રાથમિક સારવાર આપી જીવ બચાવ્યો હતો અને વધુ સારવાર માટે રાજકોટ ખસેડ્યો હતો.