તમામ ગામોમાં હાઉસ ટુ હાઉસ સઘન સર્વેલન્સ તેમજ વાહક જન્ય રોગ અટકાવતી કામગીરી કરાઈ મોરબી : રંગપર PHC અને રંગપર માધ્યમિક શાળામાં સંયુક્ત ઉપક્રમે ઉત્સાહભેર વિશ્વ વસ્તી દિવસ અને ડેન્ગ્યુ વિરોધી માસની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમ ગ્રામજનો સુધી આરોગ્ય વિષયક જાગૃતિ પહોંચાડવા અને વસ્તી નિયંત્રણ અંગે સમજ વધારવામાં મહત્વપૂર્ણ સાબિત થાય છે. આ સમગ્ર કાર્યક્રમ જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી પી.કે. શ્રીવાસ્તવની સૂચનાથી તાલુકા હેલ્થ ઓફિસર ડો. રાહુલ કોટડીયા, રંગપર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર ડો. ઋષિતા ડી. ભટ્ટના માર્ગદર્શન અને રંગપર માધ્યમિક શાળાના આચાર્ય રાજેશભાઈ ડાંગર અને અન્ય અધ્યાપકોના સહયોગથી સંપન્ન થયો. આ ઉપરાંત સુપરવાઈઝર અને તમામ સ્ટાફ દ્વારા તમામ ગામોમાં હાઉસ ટુ હાઉસ સઘન સર્વેલન્સ તેમજ વાહક જન્ય રોગ અટકાવતી કામગીરી કરવામાં આવી. તેમજ નકામા પાત્રોનો યોગ્ય નિકાલ, પોઝિટિવ પાત્રોમાં ટેમીફોસ દવા દ્વારા તેમજ સોર્સરીડક્શન કરવામાં આવેલ. આશા વર્કરના સહયોગથી ખાડા ખાબોચિયામાં ડાયફલ્યુબેન્ઝોન 25%, ક્લોરીનેશન કરવામાં આવ્યું. તથા જુલાઈ માસમાં ડેન્ગ્યુ વિરોધી માસ તરીકે શાળાના વિદ્યાર્થીઓને માહિતી આપી ઉજવણી કરવામાં આવી. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે PHC સ્ટાફ, આરોગ્ય કર્મચારીઓ તથા FHW, MPHW નું વિશેષ યોગદાન રહ્યું હતું.