કોંગ્રેસે પોલ ખોલ કાર્યક્રમ યોજ્યા બાદ તંત્ર જાગ્યુંમોરબી : મોરબીમાં આઇકોનીક વાવડી રોડ ઉપર કોંગ્રેસે પોલ ખોલ કાર્યક્રમ યોજ્યા બાદ મહાપાલિકા તંત્ર જાગ્યું છે. હાલ અહીં પુરજોશમાં કામગીરી કરવામાં આવી રહી છે. મહાપાલિકાના ડેપ્યુટી કમિશનરના જણાવ્યા અનુસાર આ રોડની કામગીરી 15 ઓગસ્ટ સુધીમાં પૂર્ણ કરી દેવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. બીજી તરફ આ કામગીરી 6 મહિનામાં પૂર્ણ કરવાની હતી. જો કે 6 મહિનામાં આ કામગીરી થઈ શકી નથી. હાલ મહાપાલિકાએ અહીં પુરજોશમાં કામગીરી શરૂ કરી છે. જેમાં 18 જોડી મોરલા લાઈટ એટલે કે કુલ 36 લાઈટ લગાવી દીધી છે. હજુ 41 જોડી એટલે કે 82 લાઈટ લગાવવાની બાકી છે. જે બે દિવસમાં લગાવી દેવામાં આવશે. આ ઉપરાંત 50 વૃક્ષો ટ્રી ગાર્ડ સાથે લગાવવામાં આવ્યા છે.