મોરબી : મોરબીમાં શનાળા ગામથી રવાપર બોનીપાર્ક સુધી જતા રસ્તા પર વરસાદના કારણે પાણી ભરાય છે. જેના કારણે લોકો તથા વાહનોને અવર-જવરમાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ત્યારે આ રસ્તો રીપેર કરવાની માંગ સાથે મોરબી કમિશનર સમક્ષ લેખિતમાં રજૂઆત કરાઈ છે. રહીશોના જણાવ્યા પ્રમાણે, શનાળા ગામથી રવાપર બોનીપાર્ક સુધી જતા રસ્તા પર વરસાદના કારણે પાણી ભરાય છે. આ રસ્તા પર આસોપાલવ સોસાયટી સુધી ઢીંચણ સુધી પાણી ભરાઈ છે. વરસાદના કારણે આખો રસ્તો બંધ છે. જેમાં ટ્રેક્ટર સિવાયના વાહનો, ફોર વ્હિલર, ટુવ્હિલર વગેરે વાહનોને આવવા જવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ચોમાસાનો પહેલો વરસાદ આવતા રસ્તા પર પાણી ફરી વળે છે. તેમજ ચોમાસા દરમ્યાન આ રસ્તો સંપૂર્ણ રીતે બંધ રહેવાથી રહીશોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે આ રસ્તા પર હલનચલન થઈ શકે તેવો રસ્તો કરવા માંગ કરવામાં આવી છે.