નવો રોડ બનાવવા લોકોની માગ ઉઠીમોરબી : મોરબી જિલ્લામાં અનેક રોડ રસ્તાની હાલત ખરાબ છે. જેના કારણે વાહનચાલકો અને લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે મોરબીમાં પોસ્ટ ઓફિસથી ભડીયાદ ગામ સુધીનો રસ્તો અતિ બિસ્માર હાલતમાં છે. રસ્તા પર મસમોટા ખાડા પડી ગયા છે.આ રસ્તા પર ભડીયાદ ગામ, જંગલેશ્વર વિસ્રા, જવાહાર ગામ, રામદેવનગર, જીવરાજ સોસાયટી, બૌદ્ધનગર વિસ્તાર, ગાંધી સોસાયટી સહિતના વિસ્તારો આવે છે. આ રોડ પરથી દરરોજ મોટી સંખ્યામાં વાહનચાલકો પસાર થાય છે. ત્યારે ઉબડખાબડ રસ્તાના કારણે અકસ્માતો સર્જાવાનો પણ ભય સતાવી રહ્યો છે. તેથી તાત્કાલિક ધોરણે આ રસ્તો બનાવવામાં આવે તેવી લોક માગ ઉઠી છે.