મોરબી : તારીખ 11 જુલાઈના રોજ શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ચેરમેન નરેશભાઈ પટેલના જન્મદિવસ નિમિત્તે મોરબી જિલ્લામાં સેવાકીય કાર્યોનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રી ખોડલધામ સમિતિ- મોરબી દ્વારા મોરબીમાં આવેલ યદુનંદન ગૌ સેવા ટ્રસ્ટ સંચાલિત માનવસેવા આશ્રમના મંદબુદ્ધિ તથા દિવ્યાંગોને ભોજન કરાવવામાં આવ્યું હતું. આ ઉપરાંત થોરીયાળી બંગાવડી પાટીયા પાસે આવેલ વાત્સલ્ય બાલાશ્રમના બાળકોને જરૂરી સ્ટેશનરી કિટનું વિતરણ કરીને નરેશભાઈ પટેલના જન્મદિવસની સાર્થક ઉજવણી કરવામાં આવી હતી.