મોરબી : મોરબીમાં શનિદેવના મંદિર પાસે આવેલ હર્ષવાટિક સોસાયટીમાં છેલ્લા એક અઠવાડિયાથી ખાડા અને પાણી ભરાવાની સમસ્યાને કારણે લોકો પરેશાન થઈ રહયા છે. આ મામલે મહાપાલિકામાં ફોન કરી ફરિયાદ લખાવવામાં આવી છે. તેમ છતા કોઈ ઉકેલ આવ્યો નથી. તેમ સ્થાનિકો જણાવી રહ્યા છે.