મોરબી : મોરબીમાં ગઈકાલે સાંજથી રાત્રી દરમિયાન મહાપાલિકાની ટીમે મહેન્દ્રપરા શેરી નં.12 અને સ્વામિનારાયણ મંદિર પાસે ગટરની સફાઈ કામગીરી હાથ ધરી હતી. ગઈકાલે મહેન્દ્રપરા શેરી નં.12માં ગટર ઉભરાવાના પ્રશ્ને સ્થાનિકોએ ચક્કાજામ કર્યો હતો. આ વેળાએ મહાપાલિકાના અધિકારી પિયુષ મકવાણાએ ખાતરી આપી હતી કે રાત્રીના ગટરની સફાઈ કામગીરી શરૂ કરવામાં આવશે. જે મુજબ રાત્રીના સમયે મહાપાલિકાની ટીમે અહીં ગટરની સફાઈ કામગીરી હાથ ધરી હતી. આ ઉપરાંત શનાળા રોડ ઉપર સ્વામિનારાયણ મંદિર પાસે પણ ગટર ઉભરાવાની સમસ્યા હતી. મહાપાલિકાની ટીમે અહીં પણ ગટરની સફાઈ હાથ ધરી હતી. આ વેળાએ પાલિકાના પૂર્વ પ્રમુખ કેતન વિલપરા પણ હાજર રહ્યા હતા.