મોરબી : મોરબી તાલુકાના નવા મકનસર ગામે મેઈન રોડ ઉપર જાહેરમાં જુગાર રમાઈ રહ્યો હોવની બાતમીને આધારે તાલુકા પોલીસે દરોડો પાડતા આરોપી શનિભાઇ લાભુભાઇ સુરેલા રાયસીંગભાઇ નટુભાઇ દેગામા, ગણેશભાઇ રધુભાઇ ખોડીયા, રોહિતભાઇ અશોકભાઇ ઝઝવાડીયા અને જગદીશભાઇ વારસીંગભાઇ સુરેલાને તીનપતિ રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 15000 કબ્જે કરી જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.