પોલીસે અગાઉ 5 આરોપીઓની કરી છે ધરપકડ : પકડાયેલા છઠ્ઠા આરોપી પાસેથી રૂ.2 લાખની રોકડ કબ્જે કરાઈટંકારા : ટંકારા નજીક ખજુરા હોટલ પાસે થયેલ રૂ.90 લાખની ચકચારી લુંટના પ્રકરણમાં પોલીસે વધુ એક આરોપીને રૂ.2 લાખની રોકડ સાથે પકડી લીધો છે. આરોપીને કોર્ટમાં રજૂ કરાતા કોર્ટે 7 દિવસના રિમાન્ડ મંજુર કરી આપ્યા છે.પ્રાપ્ત વિગતો અનુસાર ગત તા.21 મેના રોજ નિલેષભાઈ મનસુખભાઈ ભાલોડી રહે. રાજકોટ તથા તેઓના ડ્રાઈવર બન્ને રાજકોટ ૧૫૦ ફુટ રોડ ઉપરથી આંગડીયા પેઢીના રોકડા રૂપીયા સાથે XUV-300 નં-GJ-03-NK-3502 નંબરની કાર લઇને રાજકોટથી મોરબી આવતા હતા. ત્યારે બલેનો કાર તથા પોલો કારથી આરોપીઓએ પીછો કરી છરી, લાકડાના ધોકા, પાઇપ જેવા હથિયાર વડે ફરીયાદી પર હુમલો કરી રોકડ રૂ.90 લાખનીની લુંટ કરી હતી. આ મામલે સાતેક અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી તપાસ ચલાવવામાં આવી રહી હતી. પોલીસે આ કેસમાં અગાઉ અભીજીત ભાવેશભાઇ ભાર્ગવ રહે.ભાવનગર, અભિ લાલાભાઇ અલગોતર રહે.ભાવનગર, દિગ્વીજય અમરશીભાઈ ઢેઢી રહે.ટંકારા, હિતેશભાઈ પાંચાભાઈ ચાવડા રહે સાંજણાસર જી.ભાવનગર અને મેહુલ ધિરુભાઈ બલદાણીયા ઉર્ફે કાનો રહે.સુરતવાળાની ધરપકડ કરી હતી. આ આરોપીઓની પૂછપરછમાં નિકુલ કાનાભાઈ અલગોતર રહે.ભાવનગર વાળો પણ ગુનાના અંજામ આપવા આવેલ હોવાનું ખુલ્યું હતું. આ આરોપી ગત તા.8ના રોજ દ્વારકા ખાતે દર્શન કરવા આવનાર હોવાની બાતમી મળેલ હોય જે હકીકત આધારે વાંકાનેર બાઉન્ડ્રી ખાતેથી પકડી લેવામાં આવ્યો છે. તેના પાસેથી લૂંટમાં ગુનામા ગયેલ રકમ પૈકી રૂ.2 લાખ રિકવર કરવામા આવ્યા છે. આરોપી બનાવ બન્યા બાદ જુદી જુદી જગ્યાએ રોકાયેલ હોય તે દિશામાં તપાસ તજવીજ ચાલુ છે. આરોપીને નામદાર કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માંગણી કરતા 7 દિવસના રિમાન્ડ મંજુર કરવામાં આવ્યા છે.આ કામગીરીમાં ડીવાયએસપી સમીર સારડા, ટંકારા પીઆઇ કે.એમ.છાસીયા, ASI જીતેન્દ્રકુમાર ભાલોડીયા, ભાવેશભાઇ વરમોરા, HC જસપાલસિંહ જાડેજા, દશરથસિંહ ચાવડા, PC પંકજભા ગુઢડા, કૃષ્ણરાજસિંહ ઝાલા, બળવંતભાઇ દેગામા રવિરાજસિંહ જાડેજા રોકાયેલ હતા.