શનાળાના ગોકુલનગર અને વીસીપરા વિસ્તારમાં પોલોસની કાર્યવાહીમોરબી : મોરબીના શનાળા વિસ્તારમાં આવેલ ગોકુલ નગર અને વીસીપરા વિસ્તારમાં આવેલ વિજયનગરમાં બે અલગ અલગ દરોડામાં પોલીસે વિદેશી દારૂની 72 બોટલ સાથે એક આરોપીને ઝડપી લીધો હતો. જો કે, એક આરોપી હાજર ન મળી આવતા ફરાર જાહેર કરાયો હતો.પ્રથમ દરોડામાં સીટી એ ડિવિઝન પોલીસે શનાળાના ગોકુલનગર વિસ્તારમાં દરોડો પાડી આરોપી હિમાલય ઉર્ફે લાલો જગદીશભાઈ નકુમ ઉ.26 રહે.ગોકુલનગર, રામજીમંદિર પાસે વાળાંના મકાનમાંથી વિદેશી દારૂની 12 બોટલ કિંમત રૂપિયા 3600 કબ્જે કરી પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.જ્યારે બીજા દરોડામાં મોરબી એલસીબી પોલીસે વીસીપરા વિસ્તારમાં આવેલ વિજયનગરમાં આરોપી અસ્પાક ઉર્ફે ફતો ઇસ્માઇલભાઈ માણેકના રહેણાંકમાં દરોડો પાડી વિદેશી દારૂની 60 બોટલ કિંમત રૂપિયા 84,000 કબ્જે કરી હતી. જો કે, દરોડા દરમિયાન આરોપી હાજર મળી ન મળી આવતા એલસીબી પોલીસે આરોપીને ફરાર જાહેર કરી સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.