ગુજ. સરકાર વનવિભાગ મંત્રી મુળુભાઈ બેરા સહિતના મહાનુભાવો રહેશે ઉપસ્થિત મોરબો : મોરબીમાં પાંજરાપોળ, વન વિભાગ, અને સદભાવના ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે તા.13-7-2025ને રવિવારના રોજ સાંજે 4 કલાકે મોરબી પાંજરાપોળની જગ્યા, કડવા પાટીદાર વિદ્યાર્થી ભુવનની બાજુમાં, પૂજય ભાણદેવજીના આશ્રમની નજીક, મચ્છુ ડેમ નં - 2 ની પાસે,જોધપર (નદી)-રફાળેશ્વર રોડ, મોરબી ખાતે વૃક્ષરોપણના મહાઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.આ કાર્યક્રમ દરમ્યાન મુળુભાઈ બેરા (મંત્રી, વન વિભાગ ગુજ. સરકાર) તથા મોરબી જિલ્લાના સાંસદો, તેમજ ધારાસભ્યોની ઉપસ્થિતિમાં એક સાથે 3500 વૃક્ષ વાવવામાં આવશે. જેમાં આપે પણ આપનું એક વૃક્ષ વાવવાનું છે. આ એક અદભૂત દ્રશ્ય હશે કે કતારબંધ, શિસ્તબદ્ધ અને પ્રકૃતિપ્રેમી પ્રજાજનો, એક સાથે વૃક્ષ વાવશે. ત્યારે આ ઐતિહાસિક કાર્યકમના ભાગ બનવા વિશેષ આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. આ કાર્યક્રમ સંપન્ન થયે ભોજન પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે.