હાલ વરસાદને લીધે ઢોર પકડ કામગીરી થોડા અંશે ધીમી પડી છે, પણ મહાપાલિકા આ બાબતે સતત સક્રિય હોવાનું જણાવતા કમિશનરમોરબી : મોરબીમાં ચોમાસામાં એક તો ખાડા અને પાણી ભરાવાની સમસ્યા વચ્ચે રઝળતા ઢોરની સમસ્યા પણ વધી છે. ખાસ કરી મહાપાલિકા દ્વારા આખલાને પકડવામાં ન આવી રહ્યા હોવાનું લોકો કહી રહ્યા છે. ત્યારે આ મામલે મ્યુનિસિપલ કમિશનર સ્વપ્નિલ ખરેએ સ્પષ્ટતા કરી છે.તેઓએ જણાવ્યું કે રખડતા ઢોર પકડવાની એજન્સીની કામગીરી યોગ્ય ન જણાતા મહાપાલિકા દ્વારા જાતે કામગીરી શરૂ કરવામાં આવી હતી. વરસાદ પહેલા એક અઠવાડિયામાં અંદાજે 125થી 150 ઢોર પકડવામાં આવતા હતા. હવે વરસાદના લીધે અઠવાડિયામાં 70થી 100 ઢોર પકડવામાં આવે છે. હાલ વરસાદના કારણે ઢોર મેઈન રોડ ઉપર આવી જતા હોય છે. મહાપાલિકા દ્વારા આ કામગીરી હાલ સક્રિય રીતે ચાલુ જ છે.મહાપાલિકા ઢોર પકડીને તેને ગૌશાળા અને પાંજરાપોળમાં મૂકે છે. પણ અત્યારે વરસાદના કારણે ગૌ શાળા અને પાંજરાપોળમાં ઢોર સ્વીકારવામાં થોડી સમસ્યા છે. જેનું નિરાકરણ લાવવાના પ્રયાસ ચાલુ છે. ગૌશાળા સંચાલકો સાથે બેઠક કરી લીધી છે. તેઓ સારો સહકાર આપી રહ્યા છે અને ઢોરની સારી સાર સંભાળ રાખી રહ્યા છે. આખલા પકડવા અંગે મ્યુનિસિપલ કમિશનરે જણાવ્યું કે આખલા પકડવા માટે મહાપાલિકાની ટિમ સક્ષમ છે. ઘણી સંસ્થાઓ પણ આખલા સ્વીકારવા તૈયાર છે. પણ આખલા સ્વીકારવાની સંખ્યા મળશે એટલે આયોજબદ્ધ રીતે આખલા પણ પકડવામાં આવશે.