ઉભરાતી ગટરના કારણે ઠેક-ઠેકાણે ગારા-કીચડ : વચ્ચો રોડથી ઊંચી કુંડી : વરસાદ પડ્યે ગોઠણ સમાં પાણી ભરાવાની સમસ્યા મોરબી : મોરબીમાં સામાકાંઠે મહેન્દ્રસિંહજી ટીબી હોસ્પિટલથી પાવન પાર્ક શેરી-2 સુધી રસ્તાની હાલત અતિ બિસ્માર છે. ત્યારે હાલાકી વેઠી રહેલા સ્થાનિકોએ અગાઉ અનેક રજૂઆતો કરી છે. છતાં કોઈ પરિણામ ન મળતા રોષે ભરાયા છે. આ મામલે સ્થાનિકોએ જણાવ્યું કે મોરબીના સામાકાંઠે ત્રાજપર ચાર રસ્તા પાસે મહેન્દ્રસિંહજી ટીબી હોસ્પિટલની સામેથી પાવન પાર્ક શેરી નં.2ના રસ્તે ચોમાસામાં વરસાદ આવ્યે ગોઠણ સુધી પાણી ભરાય છે. ગટરની કુંડી ઉભરાય છે. જેના કારણે કીચડ અને ગારા વધુ પ્રમાણ થયા છે. અહીંથી ચાલીને કે ટુ વહીલર લઈને જવું પણ મુશ્કેલ છે. 6 સોસાયટીના લોકોની અહીંથી અવર જવર છે. અહીં ગટરની કુંડી છે તે ખૂબજ ઊંચી છે. જેના કારણે ફોર વ્હીલર માટે અવર જવર બંધ થઈ ગઈ છે. તો આ મામલે મહાપાલિકા તુરંત કાર્યવાહી કરે તેવી માંગ છે.