મોરબી : માળિયા તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ લી.ની વાર્ષિક સાધારણ સભા આગામી તારીખ 15 જુલાઈના રોજ યોજાનાર છે. 15 જુલાઈએ 61મી વાર્ષિક સાધારણ સભા સવારે 10 કલાકે Jewel’d Suite, સ્વામિનારાયણ મંદિર વાળી શેરી, શનાળા રોડ, મોરબી ખાતે રાખવામાં આવી છે. આ સાધારણ સભામાં ગત સભાની કાર્યવાહીને બહાલી આપવા, હિસાબી પત્રક તેમજ નફાની ફાળવણી મંજૂર કરવા બાબત, સહિતના મુદ્દે ચર્ચા વિચારણા કરવામાં આવશે.