મોરબી : મોરબી ઔધોગિક પેટા વિભાગ હેઠળ આવતા વિસ્તારોમાં તા. 12 અને 13 જુલાઈના રોજ એમ બે દિવસ મેઇન્ટનન્સની કામગીરી માટે વિવિધ વિસ્તારોમાં વીજપુરવઠો બંધ રાખવામાં આવશે.જેમાં તા. 12 જુલાઈ ને શનિવારના ઘુંટુ ઔધોગિક પેટા વિભાગ હેઠળ આવતા સિલ્ક IND, લેન્ઝ IND,તેમજ માંડલ AG સવારે 8:00 થી સાંજે 06:00 કલાક સુધી તેમજ ઘુંટુ JGY ફીડર સવારે 8:00થી બપોરે 2:00 કલાક સુધી વીજપુરવઠો બંધ રહેશે. આ ઉપરાંત તમામ રહેણાંક, વાણિજ્ય ખેતીવાડી તેમજ ઔદ્યોગીક (એચ.ટી), વીજજોડાણોમાં વીજ પુરવઠો બંધ રહેશે.તા. 13 જુલાઈ ને રવિવારના રોજ પીપળી જેજીવાય ફીડરમાં આવતા વિસ્તારો જેમાં તુલસી પાર્ક, સાનિધ્ય પાર્ક, મિલી પાર્ક, ધર્મમંગલ સોસાયટી, સીએનજી પમ્પ, સિદ્ધિ વિનાયક પાર્ક, મહેન્દ્રનગર ચોકડી આજુબાજુના કોમર્શિયલ કનેક્શન, ક્રાંતિ જ્યોત પાર્ક, પ્રભુ કૃપા ટાઉનશીપ, મહેન્દ્રનગર જુના ગામ, નીલકંઠ પાર્ક, પ્રભુ કૃપા રેસીડેન્સી, હરિગુણ રેસીડેન્સી, નવી પીપળી, જૂની પીપળી વગેરે વિસ્તારમાં પાવર સપ્લાય સવારે 8 થી બપોરનાં 4 કલાક સુધી પાવર સપ્લાય બંધ રહેશે. કામગીરી પૂર્ણ થયે કોઈ પ્રકારની જાણ કર્યા વગર વીજ પુરવઠો ચાલુ કરવામાં આવશે.